
સૂર્યકાંત જાદવા
Aug 06, 2020, 03:49 PM IST
લંડન. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5 ઓગસ્ટ બુધવારે અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિપૂજન કર્યું હતું. આ પ્રસંગની દેશ-વિદેશમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બ્રિટનમાં પણ ભારતીય સમુદાયે હાથમાં હોડિંગ્સ અને મીઠાઈ વહેંચી ઉજવણી કરી હતી. યુકેમાં કોરોના કારણે એક જગ્યા પર એકઠાં થવા પર મનાઈ છે ત્યારે ભારતીયોએ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો સાથે સેલિબ્રેશન કર્યું હતું.

લંડનના હેરો પાર્ક ખાતે એક ગુજરાતી ગ્રુપે રામ મંદિરના ભૂમિપૂજન પ્રસંગની ઉજવણી કરી હતી. જેમાં ભારતીયોએ જયશ્રી રામના નારા સાથે લાડુના પ્રસાદનું વિતરણ કર્યું હતું.

આ ઉપરાંત પણ બ્રિટનમાં વસતાં ભારતીય લોકોએ સાંજે ઘરે દીપ પ્રગટાવ્યા હતા. અમુક જગ્યાએ સંધ્યા આરતીનો કાર્યક્રમ પણ યોજાયો હતો.