રામ મંદિર ભૂમિપૂજનની ઉજવણી પ્રસંગે વોશિંગ્ટનમાં રેલી નીકળી, ટાઈમ્સ સ્ક્વેર પર પણ છવાયા ભગવાન

0
676


દિવ્ય ભાસ્કર

Aug 06, 2020, 03:33 PM IST

વોશિંગ્ટન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 5 ઓગસ્ટ બુધવારે અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિપૂજન કર્યું હતું. આ પ્રસંગે દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. એટલું જ નહીં વિદેશમાં પણ અનેક જગ્યાએ ભારતીયોએ ઉજવણીમાં સામેલ થયા હતા. અમેરિકાના વોશિંગ્ટનમાં ભારતીય સમુદાયે સવારે ભગવા ઝંડા સાથે રેલી કાઢી હતી.

અમેરિકામાં અનેક મંદિરોમાં વિશેષ પૂજાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારેક કેટલીક જગ્યા પર લોકોએ મોટી સ્ક્રીન લગાવી ભૂમિ પૂજનના કાર્યક્રમને લાઈવ નિહાળ્યો હતો. જ્યારે અનેક હિન્દુઓએ રાત્રે ઘરે દિપક પ્રગટાવ્યો હતો.

બીજી તરફ ન્યુયોર્ક શહેરમાં પણ હિન્દુ સમુદાય દ્વારા આ ઐતિહાસિક પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી. ફેમસ ટાઈમ્સ સ્ક્વેર પર ભગવાન રામની 3ડી તસવીર દેખાડવામાં આવી હતી. રામ જન્મભૂમિ શિલાન્યાસ સેલિબ્રેશન કમિટિ (યુએસએ)ના ચેરમેન જગદીશ સેવહાનીના જણાવ્યું હતું કે 5 ઓગસ્ટની સાંજે અહીં દીપ પ્રાગટ્ય અને સંધ્યા આરતીતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here